Skip to main content

Ashtapad

  1. અષ્ટાપદ નિર્વાણ ક્ષેત્ર અને ત્યાં થી કોણ કોણ મોક્ષ ગયું છે
  • મુનિરાજ ઋષભદેવ અહીં થી ભગવાન બન્યા
  • તેમના સાથે તેમના બંને પુત્રો - ભરત સ્વામી અને બાહુબલી પણ અહીં થીજ મોક્ષ પામ્યા
  • આ ઉપરાંત 1000 મુનિ આદિનાથ ભગવાન સાથે અહીં થી સિદ્ધ થયા
  • તીર્થંકર અજિતનાથ ના દાદા ત્રિદશાનજય પણ અહીં થી જ મુક્ત થયા
  • વ્યાલ, મહાવ્યાલ, અચ્છેદ્ય, અભેદ્ય અને નાગકુમાર આદિ અનેક મુનિરાજએ અહીં આત્મા ની સાધના કરી અને ત્રિલોકીનાથ થયા
  1. અષ્ટાપદ નો ઇતિહાસ
  • ભગવાન ના મોક્ષ થયા પછી ઇન્દ્ર એ અષ્ટાપદ પર રત્નત્રય ના પ્રતીક રૂપી 3 સ્તૂપ બનાયા
  • ભરત ચક્રવર્તી એ અહીં 4 સિંહ નિષદયા બનાયી જેમાં તેમણે સિદ્ધ ભગવાન ની પ્રતિમા બિરાજમાન કરી. આના સિવાય અહીં 24 તીર્થંકર અને તેમના અન્ય ભાઈઓ જે મોક્ષ પામ્યા હતા તેની પણ પ્રતિમા બિરાજમાન કરાયી. તેમણે અહીં 24 તીર્થંકરો ના અને 99 ભાઈઓ જે અહીં થી ભગવાન બન્યા હતા તેમના પ્રતીક રૂપ સ્તૂપ પણ સ્થાપિત કર્યા
  • ભરત ચક્રવર્તી એ કૈલાસ શિખર પર 24 તીર્થંકર ની રત્ન પ્રતિમા પ્રતિષ્ઠિત કરી
  • બાલિ એ બાળ અવસ્થા માં દશાનન ને યુદ્ધ માટે ચુનૌતી આપી હતી. તેને દશાનન ને હરાવો હતો. પણ સંસાર ની ક્ષણભંગુરતા સમજી ને તેને રાજ્ય છોડી ને દીક્ષા લઇ લીધી. એક વાર ની વાત છે. બાલિ મુનિરાજ કૈલાસ પર આત્મા નો આનંદ કરી રહ્યા હતા. ત્યાં ઉપર થી દશાનન લગ્ન કરીને ઉપર વિમાન થી પસાર થઇ રહ્યો હતો. અને અચાનક થી તેનું વિમાન રોકાઈ ગયું. તેણે નીચે જોયું તો બાલિ મુનિરાજ તપ કરી રહ્યા હતા. વાસ્તવ માં તે વિમાન એટલે રોકાઈ ગયું હતું કારણકે ત્યાં ભરત ચક્ર્વવર્તી એ જિનમંદિર બનાવ્યા હતા જેની રક્ષા દેવો કરતા હતા. તેને પેહલા ની વાત યાદ આઈ ગઈ અને ક્રોધિત થઈને અભિમાન વશ થઈને કૈલાસ ઉઠાવવાનું શરુ કર્યું. આ ઉપસર્ગ નું મુનિરાજ ને જ્ઞાન થયું. તેમને તેમના જમણા પગ નો અંગુઠો દબાવ્યો ને દશાનન પર્વત નીચે દબાઈ ગયો. જોર જોર થી રડવા લાગ્યો. તેની પત્ની એ મુનિરાજ ને ક્ષમા માંગી, મુનિરાજ એ દયાવશ થઈને અંગુઠો છોડ્યો અને દશાનન બચી ગયો. તે દિવસ થી તેનું નામ રાવણ પડ્યું કારણ કે તે ખુબ જ રડ્યો હતો. રાવણ એ મુનિરાજ બાલિ ની સામે પ્રાયશ્ચિત માંગી, અને એટલીજ વાર માં બાલિ મુનિરાજ આત્મા માં લીન થઈને સિદ્ધાલય માં બિરાજમાન થઇ ગયા.

કૈલાસ પર્વત કેવો છે?

  • કૈલાસ પર્વત નો રંગ કસોટી ના પથ્થર જેવો એટલે કે ડાર્ક ગ્રે કે જે લૌકિક શિવલિંગ ના રંગ જેવો છે.
  • તેની ઊંચાઈ 19000 ફીટ છે.
  • તેના ચારે બાજુ મંદિર જેવી પર્વત માં જ આકૃતિ બની છે.
  • કૈલાસ અને અષ્ટાપદ બંને એક જ છે.
  • ભરત ચક્રવર્તી એ જે 72 સ્વર્ણ મંદિર બનાયા હતા એમાં સૌથી વિશાલ મંદિર બદ્રી માં હતું. બદ્રી નામ ના ઝાડ ત્યાં જોવા માં આવે છે એટલે એ મંદિર નું નામ બદ્રી વિશાળ કહેવાય છે.
  • આ હિમાલય ના 8 peak છે જે - કૈલાસ, બદ્રીનાથ, ગૌરીશિખર, દ્રોણગીરી, નંદા દેવી, આદિ જે બધા જ સિદ્ધ ક્ષેત્ર છે

કૈલાસ પર જતા વખતે આવતા આદિબદ્રી મંદિર ની પ્રતિમા નો રહસ્ય

  • પહેલા આ મૂળ દિગંબર જૈન મંદિર જ હતું
  • અહીં ની પ્રતિમા નારદ નામ ના કુંડ થી નીકળી હતી જેને તિબેટ ના લોકો એ બદ્રીનાથ મંદિર માં બિરાજમાન કરી
  • જયારે બૌદ્ધ મત વાળા લોકો સત્તા માં હતા તો તેમને આ મંદિર હડપી લીધું અને બૌદ્ધ નું મૂર્તિ માની ને પૂજે છે
  • થોડા સમય પછી ત્યારે આદિ શંકરાચાર્ય એ આખા ભારત માં જઈને જૈનો અને બૌદ્ધ ના મંદિરો નષ્ટ કરવાનું શરુ કર્યું ત્યારે તેમને બૌદ્ધો ને બદ્રીનાથ થી ભગાડી દીધા. ભાગતા ભાગતા બૌદ્ધ સાધુ એ તે મૂર્તિ ને અલકનંદા નદી માં ફેંકી દીધી
  • શંકરાચાર્ય એ નદી મા થી કાઢી ફરી બિરાજમાન કરાઈ અને અદ્વૈત મત ની જેમ પૂજે છે
  • ફરી એક પૂજારી એ તપ્તકુંડ માં નાખી દીધી
  • વર્ષો પછી આ મૂર્તિ ને કાઢી ને હવે તેને હિંદુઓ પૂજે છે
  • આ પ્રમાણે જૈન સમાજ એ વર્ષો સુધી ઘણો અન્ય ધર્મીઓ દ્વારા પોતાના મંદિર પર ઉપસર્ગ સહન કર્યા છે. પણ ધ્યાન રહે, આપણે કોઈ પ્રતિમા ની મહાનતા નથી જોવાની; આપણે તે તે પ્રતિમા માં પોતાને જોવાનું છે; અને તે કરીશું તોજ જૈન ધર્મ આ પંચમ કાળ ના અંત સુધી રહેશે. ઝગડો કરવા થી કે વેર કરવા થી તો આપણું જ નુકસાન થશે.

આ પ્રમાણે થોડીક વાત મેં અષ્ટાપદ વિષે કહી. આપણે સૌ નિર્વાણ ભૂમિ પર જઈને ત્રિકાળ મુક્ત અનુભવ કરીયે અને સિદ્ધ પદ પ્રાપ્ત કરીયે એ ભાવના થી વાત પૂર્ણ કરું છું.