Skip to main content

Gommateshwar Bahubali

Shrina: જય જિનેન્દ્ર, હું Shrina Mehta, Member of Archaeological Survey of India, Department of Jainology; દક્ષિણ ભારત ની તીર્થયાત્રા કરતા કરતા આજે પહોંચી છું 'શ્રવણબેલગોલા' તીર્થક્ષેત્ર, કે જે જૈનિયો માટે ખુબજ મહત્વ ધરાવે છે. આજે હું આપ સૌને આ તીર્થ વિશે, specifically History અને Archaeology ની દ્રષ્ટિ થી જણાવા નો પ્રયત્ન કરીશ.

આપણી સાથે છે CYF Pilot સોહમ શાહ; જે આજે આપણ ને જૈન ધર્મની  દ્રષ્ટિએ આ તીર્થના ઇતિહાસ ને સમજવામાં સહાય કરશે.

તો સોહમ ભાઈ, સૌ પ્રથમ તો આ તીર્થ ની શું વિશેષતા છે; તે અમારા દર્શકો ને જણાવો.

Soham: હા, જરૂર! શ્રવણબેલગોલા; આ ક્ષેત્ર ની મહાનતા વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે...જિનાગમ માં જો સમ્મેદ શિખર તીર્થંકરોની રાજધાની છે, તો શ્રવણબેલગોલા એ હાલતા-ચાલતા સિદ્ધો ની તપોભૂમિ છે...

ઇતિહાસ ની દ્રષ્ટિ થી જોઈએ કે પ્રાચીન શિલાલેખ અને ગ્રંથ સાહિત્ય ની દ્રષ્ટિ થી;

અહીં ની શિલ્પકલા પણ અદભુત છે; જિનાલયો ની કલાકૃતિઓ તો જોવાલાયક છે; અને એમાં પણ ગોમ્મટેશ્વર બાહુબલી ની પ્રતિમા જી, તે તો આખી દુનિયામાં પ્રખ્યાત છે.

Shrina: હા, અહીંયા તો કણ-કણ મુનિઓ ના જીવનની પવિત્રતા થી શોભાયમાન છે! પણ આ ક્ષેત્રના ઇતિહાસ નો ઉલ્લેખ આપણા જૈન ધર્મ માં શું આવે છે...તેના વિષે પણ કહો ને?

Soham: અરે! શ્રવણબેલગોલા ના ઇતિહાસ ખુબ જ પ્રાચીન છે...૨૪૦૦ વર્ષ પુરાણી વાત છે...ભગવાન મહાવીર ને નિર્વાણ ની પ્રાપ્તિ થયા પછી ૩ અનુબદ્ધ કેવલી થયા; અને તેના પછી ૫ શ્રુતકેવલી થયા. અંતિમ શ્રુતકેવલી આચાર્ય ભદ્રબાહુ ની આ વાત  છે…સાંભળો...

એક વાર, આચાર્યદેવ ઉરજયંત પર્વત એટલે કે આજનો ગિરનાર ની ગુફા માં વિહાર કરતા હતા, ત્યારે એક ઘોડિયામાં નો અબોધ બાળકએ મુનિરાજ ને જોઈને 'જાઓ જાઓ' એમ કહ્યું...નિમિત્ત-જ્ઞાની મુનિરાજ ભદ્રબાહુ ને જ્ઞાન થયું કે ઉત્તર ભારત માં ૧૨ વર્ષ નો ભયંકર દુકાળ પાડવાનો છે; ચારે બાજુ ભૂખ ને લઈને હાહાકાર મચી જશે અને અને નિર્દોષ મુનિ ધર્મનું પાલન કરવું અસંભવ થઇ જશે. તેથી તે ૧૨,૦૦૦ મુનીસંઘને દક્ષિણ ભારત તરફ પ્રસ્થાન કરવાનો આદેશ આપે છે!

Shrina: હા, શ્રવણબેલગોલા ના ઇસ. ૬૦૦, ઇસ. ૬૫૦ અને ઇસ ૧૧૬૩ ના શિલાલેખ માં એમ લખ્યું છે કે 'આચાર્ય ભદ્રબાહુ અને મુનિ ચંદ્રગુપ્ત એ  ચંદ્રગિરી પર્વત પર તપસ્યા કરી હતી... પણ આ મુનિ ચંદ્રગુપ્ત એટલે પેલા મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય તો નહિ ને?

Soham: સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય, મૌર્ય વંશ ના સૌથી સમર્થ સમ્રાટ; કે જેમનો રાજ્ય પ્રભાવ ભારત-વર્ષ જ નહિ આખી દુનિયામાં ફેલાયેલો હતો. બંગાળ થી લઈને અફઘાનિસ્તાન સુધી તેમનો રાજ્ય હતો અને નંદ વંશ, ગ્રીક અને સિકંદર ને પણ હરાવી ને પોતાના બળ નું પ્રદર્શન કર્યું હતું…

Shrina: હા, અને તેમના ગુરુ ચાણક્ય ને કઈ રીતે ભૂલી શકાય? કહેવાય છે કે એક ગર્ભવતી સ્ત્રી ને ચંદ્રમા નું પાન કરવાની ઈચ્છા થઈ...ચાણક્ય એ એની યુક્તિ થી થાળી માં ચંદ્ર ના પ્રતિબિંબ પાડી ને તે ગર્ભવતી ની ઈચ્છા પૂર્ણ કરી હતી...અને તેના પુત્ર નું નામ તેને 'ચંદ્રગુપ્ત' રાખ્યું હતું…ચાણક્ય નો ચંદ્રગુપ્ત ની સફળતા માં ખુબ જ મહત્વપૂર્ણ ફાળો હતો…પણ ચંદ્રગુપ્ત મૌર્ય તો આટલા મોટા રાજા; તેમણે પછી દીક્ષા કેવી રીતે લીધી હતી?

Soham: એક રાત્રી એ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય ને ૧૬ અશુભ સ્વપ્ન જોયા હતા...તેનું ફળ જાણવા તે આચાર્ય ભદ્રબાહુ પાસે ગયા...તે ૧૬ સ્વપ્ન - પંચમ કાળ માં થતી ધર્મની હાનિ, મનુષ્યો ની હીન અને દુઃખદ સ્થિતિમાં સૂચક હતા. અને તે સાંભળી ને ચંદ્રગુપ્ત મૌર્ય ને વૈરાગ્ય આવી ગયો અને ભદ્રબાહુ મુનિરાજ ના ચરણો માં તેમણે મહાન કલ્યાણકારી જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરી…

Shrina: સાચે! જૈન ધર્મની સચ્ચાઈ ને ઇતિહાસ ના પાનાઓ માં થી કઈ રીતે ભૂંસી કાઢવામાં આવ્યું છે, જુઓ તો ખરા? આજે કોઈ પણ ને આ વાત ની ખબર જ નહિ હોય! બધી જ history બૂક્સ, એનસીકલોપિડીયા, વિકિપીડિયા ક્યાંય પણ જૈન ધર્મનો ઇતિહાસ ને ગૌરવ પૂર્વક માનવામાં નથી આવતો. ઉપર થી political ગેમ્સ અને TV serials કે જેમાં majority ને જે ગમે તેમ આખા ઇતિહાસ ની સાથે ખિલવાડ કરે છે; અને આના થી audience સત્ય વાત થી હંમેશા વંચિત જ રહે છે.

Soham: હા, જયારે આચાર્ય ભદ્રબાહુ તેમના ૧૨,૦૦૦ મુનીસંઘ સાથે ચંદ્રગીરી પર્વત પર આયા હતા ત્યારે અહીં આકાશવાણી થઇ હતી. તેનાથી આચાર્ય ભદ્રબાહુ ને જ્ઞાન થયું કે તેમની સમાધિ અહીં જ થશે. મુનિ ચંદ્રગુપ્ત તેમના ગુરુ સાથે આ પર્વત પર રહી ને તપસ્યા કરે છે અને વિશાખાચાર્ય ને આચાર્ય પદ સોંપીને મુની સંઘ આગળ વિહાર કરે છે.

મુનિ ચંદ્રગુપ્ત આ ઘના જંગલ માં આહાર ના અર્થે જાય છે તો ત્યાં એક દેવી તેમના મુનિવ્રત ની પરીક્ષા લેવા અલગ અલગ દોષ-યુક્ત રૂપ ધારણ કરી આહાર આપવાનો પ્રયત્ન કરે છે. પણ ૨૮ મૂળગુનો નું નિર્દોષપણે પાલન કરનાર મુનિ ચંદ્રગુપ્ત અડગ રહે છે.

મુનિ ચંદ્રગુપ્તના મુનિવ્રત ની પ્રશંસા માં તે દેવી આ જંગલ માં માયાવી નગરી વસાવે છે અને આ નગરી માં મુનિરાજ આહાર-ચર્યા માટે વિહાર કરે છે. મુનિ ચંદ્રગુપ્તને ૧૦ પૂર્વ સુધી નું જ્ઞાન હતું અને તિલોયપન્નત્તિ ગ્રંથ માં કહ્યું છે કે મુનિ ચંદ્રગુપ્ત આ ૫ કાળ ના અંતિમ મુકુટબદ્ધ રાજા છે કે જેમણે જૈન દીક્ષા અંગીકાર કરી.

Shrina: હા અને તમને બધા ને ખબર છે કે શ્રવણબેલગોલા માં જે ગોમટેશ્વર બાહુબલી ની પ્રતિમા છે તે ASI ની under માં આરક્ષિત છે અને UNESCO વર્લ્ડ heritage site પણ રહી ચુકી છે. ૫૭ ફુટ ની આ બાહુબલી ભગવાન ની પ્રતિમા આખા વિશ્વની સૌથી ઊંચી monolith એટલે કે એક જ પથ્થર માં થી બનાવેલી મૂર્તિ છે!

સોહમભાઈ, આપ અમને સૌને જણાવી શકશો કે ગોમટેશ્વર બાહુબલી ની આ વિશાળ પ્રતિમા કોને બનાવી હતી?

Soham: આશરે ૧૧૦૦ વર્ષ પેહલા ની વાત છે. ગંગવંશી રાજાઓનો કર્ણાટક માં રાજ્ય હતો, અને તે જૈન ધર્મના અનુયાયી હતા. ત્યાંના રાજા ગંગરાજ રાચમલ ને ત્યાં ધર્માનુરાગી સેનાપતિ ચામુંડરાય હતા. તેમનું એક નામ ગોમ્મટ પણ હતું. તે મંત્રી ચામુંડરાય ની માતા ક્લાલદેવી એ એક વ્યાખ્યાન માં સાંભળ્યું હતું કે ભારત ચક્રવર્તી એ બાહુબલી ભગવાન ના મોક્ષ ના નિમિત્તે પોદનપુર માં ૫૨૫ ધનુષ ની પ્રતિમા બિરાજમાન કરી હતી. તે પ્રતિમા ના દર્શન કરવાનો ભાવ થયો અને જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી દૂધ ન પીવા નો સંકલ્પ પણ કર્યો.

માતા ની ઈચ્છા ને પૂરી કરવી તે જેમના માટે પરમ કર્તવ્ય હતું; તેવા ચામુંડરાય તેમના ગુરુ આચાર્ય નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી અને તેમની માતા સાથે પોદનપુર તરફ જવા આગળ વધે છે.

એક વાર તે ચંદ્રગીરી પર્વત પર પહોંચે છે ત્યારે રાત્રી માં તેમની માતા ને સ્વપ્ન માં નેમિનાથ ભગવાન ની યક્ષિણી પ્રગટ થાય છે.

તે કહે છે કે "પોદનપુર ખુબજ દૂર છે અને ત્યાંની બાહુબલી ભગવાન ની મૂર્તિ કુક્કુટ સાંપ થી ઘેરાયેલી છે અને ત્યાંના દર્શન હવે દુર્લભ થઇ ગયા છે. એટલે કાલે સવારે સ્નાન આદિ શુદ્ધિ કરી ને સામે ની મોટી પહાડી પર સોના ની તીર ચલાવો. જ્યાં તમારો તીર પડે ત્યાં બાહુબલી ભગવાન ની પ્રતિમા ની આકૃતિ દેખાશે.

સવારે ચામુંડરાય એ તેવુંજ કર્યું અને ભગવાન બાહુબલી ની વિશાળ પ્રતિમા ની આકૃતિ વિંધ્યગીરી પર્વત પર પડી ગયી. પછી શું? ચામુંડરાય એ મહાન શિલ્પીઓ ને બોલાવી ને ગોમટેશ્વર બાહુબલી નું નિર્માણ શરુ કરાવ્યું. ૧૨ વર્ષ નો સમય લાગ્યો હતો આ મૂર્તિ ને બનાવવા માં! ગોમ્મટેશ્વર બાહુબલી ની વિશાળ પ્રતિમા થી અતિરિક્ત ચામુંડરાય એ અનેક જિનમંદિરો અને સ્તંભો નું નિર્માણ કરવાયું જેમ કે ચામુંડરાય બસદિ, વિંધ્યગીરી પર ત્યાગાદિ બ્રહ્મદેવ સ્તંભ, અખંડ બાગીલુ, વગેરે.

Shrina: હા, અને અહીં કેટલાક દેવકૃત અતિશયો પણ થયા હતા. સંવત ૧૧૦૨ ના એક શિલાલેખ માં ગોમ્મટેશ્વર બાહુબલી પર પુષ્પવર્ષા થવાનો ઉલ્લેખ મળે છે. બુઢિયા દ્વારા અભિષેક ની કથા તો આપણે બધા ને જ્ઞાત જ છે! કોઈ પણ પક્ષી પણ આ પ્રતિમા ની ઉપર થી નથી ઉડતા, તે તો આપડે સાક્ષાત જોઈ શકીયે છે.

આ મૂર્તિ બનાવવા ચામુંડરાય એ આના મુખ્ય શિલ્પીને જેટલું પથ્થર કોતરે તેટલા કિલો સોનું આપવાનું મૂલ્ય નક્કી કર્યું હતું! જ્યારે મૂલ્ય આપવામાં આવ્યું ત્યારે શિલ્પી ના હાથ માં સોનુ ચોંટી ગયું. આનું કારણ તે શિલ્પી નો સોના માટે નો લોભ હતો. બોધ પ્રાપ્ત કરી ને, તે શિલ્પી એ જૈન ધર્મનો અંગીકાર કર્યું, બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી ૧૨ વર્ષ સુધી પર્વત પર જ રહી ને રાત-દિવસ કામ કરીને આ પ્રતિમા નું નિર્માણ કર્યું! અને તેમને તેમનું નામ ક્યાંય પણ અંકિત નથી કરાવ્યું, બોલો!

Soham: આ બધું તો બરાબર, પણ આ સ્થળ ની મહિમા ચમત્કારો અને અતિશયો થી નથી પણ ધન્ય દિગમ્બર મુનિ ભગવંતો અને તેમના દ્વારા રચિત અમૂલ્ય ગ્રંથો થી છે! ચામુંડરાય ના પ્રશ્નનો નિમિત્ત પામીને જ તો આચાર્ય નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ 'ગોમ્મટસાર' આદિ પંચ-સંગ્રહ ગ્રંથ ની રચના કરી હતી; લબ્ધિ-સાર, ક્ષપણાસર, ત્રિલોકસાર, દ્રવ્ય-સંગ્રહ વગેરે વગેરે. જીવન ના અંતિમ સમય માં ચામુંડરાય એ પણ જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરી હતી અને અનેક ગ્રંથો અને ટીકા લખી હતી.

Shrina: એકદમ સાચી વાત છે! શ્રાવણબેલગોલા માં થી કુલ ૫૭૭ શિલાલેખ પ્રાપ્ત છે. ચંદ્રગીરી પર્વત પર ૭૦૦ થી અધિક મુનિરાજો એ સંલેખના લીધી હતી. આચાર્ય કલ્પ પંડિત ટોડરમલ જી પણ અહીં ધવલા, જય-ધવલા વગેરે મૂળ સિદ્ધાંત ગ્રંથો ને પ્રાપ્ત કરવાના અર્થે આવ્યા હતા. આધ્યાત્મિક સત્પુરુષ પૂજ્ય ગુરૂદેવશ્રી કાનજીસ્વામી પણ અહીં હજારો મુમુક્ષુઓ સાથે પધાર્યા હતા. શ્રવણબેલગોલા તો સાચે જ જૈનો નું કાશી છે!

Soham: હા, દક્ષિણ ભારતમાં કેટલા બધા મનોહારી દિગમ્બર જૈન મંદિરો છે. અહીં પાસેજ જીન્નાથપુરમ છે, જેને દંડનાયક ગંગાજ એ ઇસ ૧૧૧૭ ની સાલ માં બનાવ્યું હતું. અગ્રલ બસદિ, શાંતિશ્વર બસદિ, વગેરે સુંદર મંદિરો આવેલા છે. જીન્નાથપુરમ તો તેની શિલ્પકલા માટે ઓળખાય છે; અહીં નવદેવતા, પંચ-પરમેષ્ટિ, દેવી-દેવતાઓ વગેરે ની શિલ્પકલા તો ખરેખર જોવાલાયક છે.

Shrina: તો તો હું જરૂર ત્યાં દર્શન કરવા જઈશ. માઇ સાંભળ્યું છે કે ગોમ્મટગીરી જે મૈસૂર પાસે આવેલું છે તે પણ ખુબજ પ્રાચીન છે. ચામુંડરાય એ ત્યાં ૧૮ ફટ ઊંચી બાહુબલી ભગવાન ની મૂર્તિ ની સ્થાપના કરી હતી. આ જગ્યા શ્રવણગુડ્ડા નામ થી પણ ઓળખાય છે અને in fact government એ અહીં ની ૧૮૦ acre જમીન આરક્ષિત કરેલી છે.

Soham: જિનાલયો તો દક્ષિણ ભારત માં સેંકડો ની સંખ્યા માં છે...પણ તેનું ધ્યાન રાખવા, સંચાલન કરવા આજે ખુબ જ ઓછા લોકો છે. ગિરનાર તો આપણા હાથમાંથી જતું રહ્યું છે; મંદારગિરિ, પાવાગઢ, વગેરે તીર્થોની વર્તમાન અવસ્થા તો આપણે સૌ જાણીએ જ છીએ; અને recently જ government એ આપણા તીર્થરાજ સમ્મેદ શિખરજીને પર્યટન / picnic સ્પોટ ઘોષિત કરી દીધું છે! વિચાર તો કરો! જો આ તીર્થ પર દેશ-વિદેશ થી tourists આવે તો અહીં ની પવિત્રતા અને ધાર્મિક મર્યાદા કઈ રીતે જળવાઈ રહે?

Shrina: હા, અને આ વાત કઈ નવી નથી; વર્ષો થી જૈન સમાજ પર છળ થતો આયો છે. ૮મી સદી માં અન્યમાત ના ગુરુઓ એ હજારો જૈન મંદિરો ને convert કરી નાખ્યા હતા. તિરૂપતિ બાલાજી તો બધાને ખ્યાલ જ હશે ને? તે વાસ્તવ માં નેમિનાથ ભગવાન ની પ્રતિમા છે. આ વાત બધા ઇતિહાસકારો ને પણ સ્વીકૃત છે. ત્યારે ત્યાંના રાજા એ જૈનો પર ખુબ અત્યાચાર કર્યા અને જો તિરૂપતિ બાલાજી નું જૈન મંદિર તેમને ન સોંપવામાં આવે તો શ્રવણબેલગોલા ને નષ્ટ કરી દેવાની ધમકી પણ આપી હતી. ખાલી આજ નહિ, પદ્માક્ષી મંદિર, અંનાકોન્ડા સ્તંભ, મહાલક્ષ્મી મંદિર, કપિલેશ્વર મંદિર, વગેરે હજારો મંદિર આપણા હાથ માં જતા રહ્યા છે.

૧૨-૧૩ સદી માં વિષ્ણુવર્ધન રાજા એ શ્રવણબેલગોલા પર આક્રમણ કર્યું. ત્યારે બધા જ સિદ્ધાંત ગ્રંથો ને તાડપત્રો પર લીપીબદ્ધ કરી ને મુડબિદ્રી પહોંચાડી દીધા હતા. કહેવાય છે કે એ સમય માં કર્ણાટક માં ૧૦,૦૦૦ થી વધુ તાડપત્રો પર ગ્રંથ લખાયેલા હતા જે આજે લુપ્ત થઇ ગયા છે.

Soham: હા; પણ એમાં દુઃખી કે આકુળ થવાની જરૂર નથી, વસ્તુ તો તેના ક્રમબદ્ધપણે જ થવાની છે. વિષય તો અહીં જાગૃતતા નો છે. આખા ભારત-વર્ષ માં આજે આપણા જૈન તીર્થો ની સુરક્ષા ખુબ જ અગત્ય નો વિષય બની ગયો છે.

આપણે તીર્થો ની આવી રીતે વંદના કરવા જવું જોઈએ, જૈન ધર્મ ને જન-જન સુધી પહોંચાડવા માટે બનતા પ્રયત્નો કરવા જોઈએ, શક્તિ અનુસાર દાન કરવું જોઈએ અને social media પર આ બધા વિષયો પર અવાજ ઉઠાવવો જોઈએ.

છેલ્લે તો આપણે બધા પર જ આપણા તીર્થો ની રક્ષા નો દારોમદાર છે...અને તેથી આપણે સૌએ મળી ને એક સાથે આપણા તીર્થક્ષેત્ર ની સુરક્ષા માટે કંઈક ને કંઈક પ્રયત્નો જરૂર થી કરવા જોઈએ!

“जिनधर्म से है प्रेम तो बस भावना ये भाईये ।

देह जाये तो भले जिनधर्म रहना चाहिये ।।

जिनमार्ग की हो प्रभावना जिनध्वजा यू लहराईये ।

देह जाये तो भले जिनधर्म रहना चाहिये ।।”