Skip to main content

સપ્તભય થી છુટકારો

PART 1 - ભય નો માહોલ-૧

P1. અમે લોકો ભય છીએ ..ભયંકર ડરાવના ભય.. સાત ભય નો સમૂહ... અમારો લાડકું નામ સપ્તભય છે.

P2. દરેક અજ્ઞાની જીવના મનમાં અને તેના અભિપ્રાયમાં અમે સમૂહ રૂપે વસીએ છીએ અને તે

અમારું રહેઠાણ છે..

P3. અમારું નામ સાંભળતા જ અજ્ઞાની જીવને ધ્રુજારી ઉપડે છે અને તે થરથર કાપવા માંડે છે. અમારા

સાતેયમાં એટલી એકતા છે, એટલી યુનિટી છે..  કે અમે બધા એક સાથે જ વસવાટ કરીએ છીએ, ભલે પછી

પ્રગટ રૂપે ગમે તે એકની મુખ્યતા હોય.. .હા..હા..હા..

P4. અમારો વ્યવસાય ડર નો છે.  ડર.. ડર.. અને એક માત્ર ડર ..અમારા ડરના વ્યવસાયમાં કોઈ દિવસ

મંદી તો આવતી જ નથી, કારણ કે જ્યાં સુધી અજ્ઞાની જીવોને બોલબાલા છે ત્યાં સુધી અમારો ઠાઠ

છે. તો ચાલો તમને કરાવું અમારા બધાનો વ્યક્તિગત પરિચય…

ભય introduction - ૧

Skit 1: અરે..મારી બોર્ડની એક્ઝામનું result કેવું આવશે??... Result તો આવી ગયું પણ સારી કોલેજ માં admission મળશે?... ડિગ્રી તો મળી ગઇ પણ સારી નોકરી મળશે??..

સારી નોકરી તો મળી ગઈ પણ સારી છોકરી મળશે??

P1. હા..હા..હા… આ તમે જોયું ને, તે લોક ભય છે…અને તે હું છું!  આ વિશ્વના દરેક અજ્ઞાની જીવમાં હું વશું છું. અજ્ઞાની જીવ વર્તમાનમાં પોતાના શરીર ને સર્વસ્વ માને છે. શરીર તેમજ  તેનાથી સંકળાયેલી દરેક સામગ્રીને પોતાનો લોક માને છે...જેમકે પોતાની સ્ત્રી, પોતાનો કુટુંબ-પરિવાર, પોતાની માલ મિલકત વગેરે. અજ્ઞાની જીવ આ દરેકમાં એકત્વ કરી રાગ કરે છે અને  તેને પોતાનો લોક માને છે. આ ભવમાં જીવન પર્યંત અનુકુળ સામગ્રી રહેશે કે નહિ રહે... એવી ચિંતા તેને હર સમય રહે છે. તે લોક ભય છે..અને તે હું છું હા ..હા.. હા..

Skit 2: આપણો તો એક જ નિયમ છે.. કોઈ ખોટા કામ કરવાના નહિ કે જેથી નરક કે તિર્યંચ ગતિમાં જવું પડે.... હંમેશા સારા કામ કરવાના કે જેથી આપણો આગલો ભવ સુધરી જાય અને દેવ ગતિ કે મનુષ્ય ગતિ જેવી સારી જ ગતિ મળે. (By Raavi)

P2. હો...હો...હો.. આ તમે જોયું? તે છે પરલોક ભય અને તે હું છું... અજ્ઞાની કેવો મૂર્ખ પ્રાણી છે! કારણ કે મારા જેવા પરલોક ભયની પણ તેને કાંઇ ઓછી માયા નથી. એક બાજુ દેવ ગતી તેમજ મનુષ્ય ગતી વારંવાર એને ફરી ફરી મળયાજ કરે તેવી તેની વાંછા તેમજ નિરંતર પ્રયાસ રહ્યા કરે છે. અને બીજી બાજુ તિર્યંચ અને નરક ગતીની પ્રતિકુળતાઓથી ભયભીત રહ્યા કરે છે...અને તે બંને ગતિઓ પ્રાપ્ત ન થાય - તેના નિરંતર વિકલ્પ કર્યા કરે છે. ટુંકમાં પર ભવમાં મારૂ શું થશે...તે દરેક અજ્ઞાની નો પરલોક ભય છે અને તે હું  છું હો...હો...હો…

Skit 3: આજે તો ગિરનારની પહાડ વંદના કરવાની છે..10000 પગથીયા ચઢવાના છે... અત્યારથી જ painkiller લઈ લેવા દે.. પગનો દુઃખાવો સહન નથી થતો પછી.. Ritvi

P3.   હા....હા...હા...હું છું વેદના ભય...અજ્ઞાની જેવો પાખંડી મેં આજ સુધી નથી જોયો.. સુખ- દુઃખને ભોગવવું તે વેદના છે...અજ્ઞાની પાસે સુખ નામની વસ્તુ વર્તમાનમાં તો છે નહી...પણ તે  દુઃખનેજ સુખ-દુઃખ માને છે...ના સમજાણું...ઓછા દુઃખને તે સુખ અથવા અનુકુળતા માને છે...અને તીવ્ર દુઃખને-પ્રતીકૂળતા અથવા દુઃખ માને છે. તેને શારિરીક વેદનાનો ભય નિરંતર રહ્યા કરે છે. રોગ થશે તો શું થશે...cancer થશે તો શું થશે...અને એના થી બચવા નિતનવા પ્રયોગ...જેમકે વ્યાયામ, યોગા, કસરત, વિટામીન તેમજ કેલ્શિયમની ગોળીઓ વગેરે નુ સેવન કર્યા કરે છે ...આ છે અજ્ઞાની નો વેદના ભય...અને તે હું છું .હા...હા...હા.

Skit 4: સોસાયટીમાં બધ્ધીજ જગ્યાએ CCTV લગાવી દો... security ને કહો કે કોઈ ને પણ એન્ટ્રી કર્યા વગર અંદર નહિ આવવા દેવાના..safety 1st

P4.  આ તમે જોયું ને? તે છે અરક્ષા ભય…અને તે હું છું. અજ્ઞાની એમ માને છે કે કોઇ મારું રક્ષક હોય તો હું રહી શકું. કિલ્લો હોય, પૈસા હોય , નોકર ચાકર હોય... મને રક્ષે તો હું રહી શકું. એવી પીડા.. એવા ભાવથી અજ્ઞાની સતત પીડાતો હોય છે.. હું નિરંતર એવી સાધન સામગ્રી થી ઘેરાયેલો રહું  જેથી મારું રક્ષણ સતત થયાજ કરે..તેવો અજ્ઞાની નો વિકલ્પ તે અરક્ષા ભય છે અને તે હું છું.. હા ..હા.. હા..

Skit 5: અરે...chocolate ના ડાઘ પડી ગયા કપડાં પર?? મમ્મીએ ના પાડી હતી તો પણ મેં છુપાઈને chocolate ખાઈ લીધી.. મમ્મીને હવે ખબર પડી જશે તો...??

P5. હા ..હા..હા... હું છું અગુપ્તી ભય. ગુપ્તી એટલે કોઈ પણ ગુપ્ત જગ્યા, કોઈ પણ ગુપ્ત વાત  એટલે કે secrets… અજ્ઞાની જીવ ને હમેશાં એવો ભય રહે છે કે મારી કોઈ ગુપ્ત વાત જાહેર ન થઇ જાય…મારી જમીન જાયદાદ રૂપિયા પૈસા વગેરે ની માહિતી કોઈને ન થઇ જાય. જો એ કોઈને ખબર પડી ગઈ તો મારા ત્યાં ચોરી થઇ જશે, હું લૂંટાઈ જઈશ…

આ પ્રકાર ના વિકલ્પથી અજ્ઞાની જીવ હંમેશા ભયભીત રહ્યા કરે છે.. તો ઓળખી લ્યો મને ..હું છું અગુપ્તી ભય.. હા.. હા.. હા…

Skit  6: ઓહ નો...હું પણ corona positive?? મારા friend ને તો lungs fail થઈ ગયા હતા કોરોનામાં... શું મારા lungs પણ fail થઈ જશે?? શું હું મરી જઈશ???નો નો નો... મારે મરવું નથી..

P6.   ઇન્દ્રિયાદી પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે. આયુષ્ય પૂર્ણ થતા જીવ જ્યારે દેહ પરિવર્તન કરે છે તેવી ક્રિયાને સંસારમાં મરણ કહેવાય છે. નામ માત્ર સાંભળતા કંપારી છૂટી જાય છે તે હું મરણ ભય.. શરીરને પોતાનું માનવું, શરીરમાં પોતાપણું સ્થાપવું અને શરીરના વિયોગનો વિકલ્પ માત્ર અજ્ઞાની જીવને થથરાવી મૂકે છે. હું એક એવી નરી વાસ્તવિકતા છું જેનાથી દરેક અજ્ઞાની દૂર ભાગવા માંગે છે. શાશ્વત રહેવું અને કોઈ દિવસ મરણ ન પામવું એવી મિથ્યા માન્યતા અજ્ઞાની જીવ નિરંતર કરે છે . I am dangerous ..very dangerous of all ..ha ha ha..

Skit 7: Modi notbandhi announcement

હે ભગવાન...આ શું થઈ ગયું... મારી પાસે તો 200 કરોડ રોકડા ભેગા કરેલા પડ્યા છે...અરેરે...હવે હું શું કરીશ...હું તો બરબાદ થઇ ગયો..

P7.   આ શંખલા માં હું છેલ્લો છું. અકસ્માત ભય. અજ્ઞાની જીવને એવો ભય છે કે કઈક અણધાર્યું થશે તો મારું અથવા મારા સ્વજનનું શું થશે ? મારી મિલકતને નુકસાન થશે તો .. મારી કોઈ ઇન્દ્રિય અથવા અંગોમાં ખોડખાપણ અથવા નુકસાન થશે તો .. આવો ભય તેને સભાન અવસ્થામાં તો હોયજ છે ; પરંતુ નિંદ્રા અવસ્થામાં પણ આવું કોઈ ખરાબ સપનું જોવે, ત્યારે તે ભયનો માર્યો જાગ્રત

થઈ ધ્રુજવા માંડે છે …આ ભયનું નામ છે અકસ્માત ભય અને તે હું છું.. હા  હા હા..

ભય નો માહોલ-૧

P7. અમે વિશ્વમાં એવો હાહાકાર મચાવ્યો છે કે વાત ન પૂછો.. અમારો કોઈ ઈલાજ નથી કે અમારો કોઈ તોડ નથી... અમારો કોઈ વિકલ્પ નથી.. કે અમારા જેવું કોઈ શક્તિશાળી નથી.

હા ..હા.. હા.. હા..

[ વીજળી નો ચમકારો થવો ]

PART 2 - નિશંક ગુણ introduction-2

P8.   હું છું નિશંક ગુણ. સમ્યકદૃષ્ટિ જ્ઞાની ધર્માત્માનો નિશંકગુણ. જો કોઈ અજ્ઞાની જીવ પુરુષાર્થ થી પોતાનો સ્વભાવ સમજીને આત્મઅવલોકન તો તેને નિશ્ચય થી તેના સાચા સ્વરૂપનો આભાસ થઇ જાય છે! આ ભેદજ્ઞાન દ્વારા જ તો તેને સાચો મોક્ષમાર્ગ એટલે કે સમ્યકદર્શન-જ્ઞાન-ચરિત્ર રૂપી દુર્લભ રત્નત્રય ની પ્રાપ્તિ થાય છે. જેને વસ્તુ નું સાચું સ્વરૂપ ખ્યાલ હોય તો પછી તેને ભય કઈ વસ્તુ નો?

P6. એક જીવ સપ્તભયથી રહિત હોય છે ..તે કેવી રીતે શક્ય છે.. how is that possible ?

P5.   Possible જ નથી ને! સમ્યકદ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માઓએ એવું શું જાદુ કર્યું , કે અમારા જેવા વિકરાળ ભયનો ડર નથી હોતો અને નિર્ભય થઈ ગયા ?

P8.   સમ્યકદ્રષ્ટિ ધર્માત્મા માટે બધા શુભ કે અશુભ, અનુકૂળ કે પ્રતિકૂળ બધા જ કર્મ ના ઉદય ને સરખા જોવે છે! હવે જો કઈ સારું ખરાબ જ નથી તો તેવા કર્મ બાંધવા ની ઈચ્છા જ ખતમ! અને મોક્ષમાર્ગ પ્રકાશક જી માં તો પ. ટોડરમલ જી તો અનેક વાર ઈચ્છા ને જ સર્વ દુઃખો નું કારણ બતાવે જ છે ને…

એટલે સમ્યગદૃષ્ટિ ને તમારા લોકો ના આવવા થી કે ન આવવા થી કઈ પણ ફરક જ નથી પડતો હાહા! તેઓ તો અત્યંત નિશંક અને દ્રઢ નિશ્ચય વાળા હોવાથી સદૈવ નિર્ભય જ હોય છે…

Conversation with નિશંક ગુણ – ૩

P1. હું છું લોક ભય અને હું ગેરંટી આપું છું કે મારી દલીલ નો જવાબ તમારી પાસે

નહીં જ હોય… Mr.White & White - નિશંક ગુણ.  અમે સપ્ત ભયો મુખ્યપણે

અજ્ઞાની જીવોમાં વસીએ છીએ એ વાત તો બરાબર, પણ ચોથા અને પાંચમા

ગુનોસ્થાન વાળા જ્ઞાનીઓ, જેઓ હજી સંસારમાં છે .. ગ્રહસ્થ અવસ્થામાં છે..

તેઓને મારો ભય આંશિક રૂપે તો હોવો જ જોઈએ.. !!

P8.   Reply to લોક ભય

શું વાત કરો છો તમે? સમકિતી જીવએ તો મોક્ષમાર્ગ ની પ્રથમ સીઢી પર પ્રસ્થાન કરી જ લીધું છે…એ સંસારી ખાલી નામ ના જ છે; લોક ના દુઃખો તો જે પોતાને લોક નો માને એને જ નડે! જ્ઞાની જીવ માટે તો પોતાનો આત્મા જ લોક છે, એમાં જ એ જમે અને રમે..તમે કાયા ભય ની વાતો કરો છો?

અજ્ઞાની જીવ મિથ્યાત્વ થી જ તો જીવ પોતાને શરીર માને છે; અને તેના સાથે connected બધી જ વસ્તુઓ એટલે કે પરિવાર, job, business, fitness, villa, farm house, mercedes  બધા ને પોતાના માને અને તેને સતત આ સંસાર માં તમારા jeva ભય depression, anxiety માં નાખી દે છે!

પણ જ્ઞાની જીવ રાગ થી પોતાને અલગ માને છે તો Mister લોકભય…તમારી ડરાવવા ની ફૂલ-પ્રુફ ગેરેન્ટી તો સમ્યગદૃષ્ટિ ના નિશંકિતપણા સામે ફુસ્સ થઇ ગઈ!

P2.  ચાલો લોક ભય નું તો સમજાણું પણ જ્ઞાનીઓને પરલોક ભય તો હોવો જ

જોઈએ,..  કારણ કે તેઓને રત્નત્રય પ્રગટ થતાં જ્ઞાન ગુણની માત્ર આંશિક

શુધ્ધિ થઈ છે અને સંપૂર્ણ કેળવજ્ઞાન ન હોવાથી તેઓને એ પણ ખ્યાલ નથી

કે આ ભવ પછી તેઓ ક્યાં જવાના છે..?

P8.   Reply to પરલોક ભય

જો જીવ મરતો જ નથી તો મરી ને ક્યાં જઈશ,શું થશે; આ બધા મફત ના tension જ્ઞાની જીવ લેતા હશે કે? અરે! એમના ચિત્ત માં તો બસ - ‘નિજ લોક હમારા વાસા હો, શોકાન્ત બને ફિર હમકો ક્યા?’ ચાલતું હોય છે! પર્યાય અપેક્ષા એ જોઈએ તો; સમ્યક્ત્વ થતા જ અનંત સંસાર નો કિનારો એમ પણ આઈ જ ગયો છે, હીન પર્યાય હવે મળવાની નથી તો પછી પરલોક નો ભય શેનો?

અને એમ પણ જિનવાણી માં 4 ગતિ ના ભ્રમણ ની કથા ઓછા વિસ્તાર માં કહી છે કે? સમ્યગદૃષ્ટિ તો નીશંકિત થઈને પોતાના નિજ સ્વરૂપમાં લીન રહે છે…

P3. જ્ઞાની પુરુષો ને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું, તેથી કંઈ શરીર મુક્ત નથી થયા. જ્યાં

સુધી શરીર છે ત્યાં સુધી રોગાદી રહેવાના અને તેની ચિંતા પણ રહેવાની.

એટલે મારી બોલબાલા તો રહેવાની જ છે…

P8.     Reply to વેદના ભય

હા, વાત તો તમારી સાચી છે! જ્ઞાની જીવ ને પર્યાય થી રાગ ની વેદના તો થાય જ છે; અને તેના ઉપાય માં તે દ્રવ્યદ્રષ્ટિ કરી ને પોતાના એક જ્ઞાન માત્ર સ્વરૂપનો જ વેદનાર છે એમ યથાર્થ શ્રદ્ધા કરે છે… આત્માનંદ ને નિરંતર વેદે છે!

શરીરમાં રોગ, દરિદ્રતા, ક્ષયરોગ, આદીને તેઓ રોગ  જાણતા જ નથી. એ તો જ્ઞાનીના જ્ઞાનમાં જ્ઞેય તરીકે જણાય છે. એટલે મિસ્ટર વેદના ભય તમારી બોલબાલા અજ્ઞાની સુધી જ રહેવાની…

P4. જ્યાં સુધી કોઈ જ્ઞાની ગ્રહસ્થ અવસ્થામાં છે - ત્યાં સુધી તેમને સુરક્ષા, પૈસા,

નોકર ચાકર, આદીની જરૂરિયાત તો રહેવાની જ છે. એટલે તમે અરક્ષા

ભયનો નકાર તો નહીં જ કરી શકો ..

P8.  Reply to અરક્ષા ભય

કોઈ કોઈની બચાવી શકે છે ખરું? સમયસાર માં તો આચાર્ય કુન્દકુન્દ બંધ અધિકાર માં કહે જ છે ને કે કોણ કોને મારે શકે, જ્યાં સુધી આયુ છે ત્યાં સુધી કોઈ જીવ નો વાળ પણ વાંકો ન કરી શકે!

‘કહાં કૃષ્ણ રૂખમની સતભામા, રૂ સંપત્તિ સગરી?

કહા ગયે વાહ રંગમહેલ ઔર સુવરણ કી નગરી?’

ત્રિખંડી રાજા શ્રીકૃષ્ણ પણ જયારે સુવર્ણ ની દ્વારકા અને તેમના સમસ્ત પરિવારજનો અને નાગરિકો ને બળવા થી બચાવી ન શક્યા તો પછી આ અજ્ઞાની વ્યર્થ શું રક્ષા માટે ચિંતા કરતો રહે છે?

અરે વધારે તો શું કહીયે?

‘ચક્રરતન હલધર સા ભાઈ કામ નહિ આયા,

એક તીર કે લગત કૃષ્ણ કી વિનશ ગયી કાયા!’

જ્ઞાની જીવ દ્રઢ પણે માને છે કે ‘કોઈ રક્ષા કરનાર હોય તો હું રહું’ - એવી કોઈ ચીજ હું નથી; એમ શ્રદ્ધા રાખી ને નીશંકિત રહે છે!

વાસ્તવ માં પોતાના નિશ્ચય રત્નત્રય ધર્મ ને જ પોતાનો રક્ષક માને છે; અને બારહ ભાવના નું ચિંત્વન કરે છે કે -

‘ચીર રક્ષક ધર્મ હમારા હો, હો ધર્મ હમારા ચીર સાથી,

જગ મેં ન હમારા કોઈ થા, હમ ભી ન રહે જગ કે સાથી’

P5.   જ્ઞાનીઓના ચારે તરફ અજ્ઞાનીઓનો વાસ છે. જેમાં લાલજીઓ અને ભ્રષ્ટ પણ

હોઈ શકે.  જેઓ લૂંટી જાય, છીનવી લે, નુકસાન પહોંચાડે એવી પૂરેપૂરી

શક્યતા છે. તો તમે કાઈ ચોર લૂંટારાઓ ને તો બદલી  નથી શકવાના...!!

P8.  Reply to અગુપ્તી ભય

સમ્યગદૃષ્ટિ તો પરવસ્તુ થી ભિન્ન પોતાને અનુભવે છે; અને તેથી એને કોઈ વસ્તુ ના છીનવાઈ જવાનો કે ચોરાઈ જવાનો ભય હોતો નથી…

આ તમારા અગુપ્તિ ના ભય તમારા પાસે રાખો; મિથ્યાદ્રષ્ટિ ને બતાવો; કારણકે નિઃશંક સમ્યગદૃષ્ટિ તો એવું મને છે કે - ‘જે ચોરી થાય જાય એ મારુ નઈ; અને જે મારુ છે એ કદી ચોરાઈ ન શકે!’

P6.   Here comes the danger .. મરણભય.. જ્ઞાનીને સમ્યક્ત થયું પણ હજી

ભવ તો બાકી જ છે અને વધારેમાં વધારે 15 ભવે મોક્ષ જવાના.. ત્યાં સુધી

મરણ તો રહેવાનું જ...એટલે મરણભય પણ રહેવાનો ..So નિશંક ગુણ..

you loose and I win....

P8. Reply to મરણ ભય

મરણ તો રહેશે ને; એના થી શું? આયુ ક્ષય થતા આત્મા બીજી પર્યાય માં જાય છે; તો શરીર મડદું થઇ જાય છે; આને જ તો લોક મરણ કહે છે…મિથ્યાદ્રષ્ટિ આ શરીર ને પોતાનું માને છે એટલે જ તો તેને એનો ભય છે! આત્મા તો ચૈતન્ય પ્રાણો થી જીવે છે; શાશ્વત છે, ત્રિકાળ છે; જે કદી જન્મ્યો જ નથી તે થોડી કોઈ દિવસ મરી જતો હશે?

જયારે જીવ ને નિરંતર થતા ભાવ-મરણ થી ભય લાગશે ને ત્યારે જ તો તે તેના ઉપાય રૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરિત્ર પ્રગટ કરવાનો પુરુષાર્થ કરીને અનંત કાળ માટે ભવ અને ભાવ બંને મરણ ટાળી દેશે!

P7.   જ્ઞાની નું જ્યાં સુધી આયુષ્ય છે અને ભવ બાકી છે ત્યાં સુધી અકસ્માત તો

ક્યારે પણ થઈ શકે. એમાં તમે કોઈ રોકટોક ન લગાડી શકો. બરાબર ને ?

P8. Reply to અકસ્માત ભય

ત્રણે કાળની બધી જ પર્યાય ક્રમબદ્ધ વર્તે છે! જે થવાનું છે એ નિશ્ચિત જ છે…બધું કેવળજ્ઞાન માં પ્રત્યક્ષ ઝળકી રહ્યું છે! તો તમે કાયા અકસ્માત ની વાત કરો છો માન્યવર?

સમ્યક્ત્વ પ્રગટ થતાં જ્ઞાનીને શરીર અને આત્મા પ્રત્યે ભેદજ્ઞાન નિરંતર વર્તે છે. તેના માટે તો જ્ઞાન-દર્શન-સુખ આદિ ગુણ જ તેના અંગ છે; શરીર ના અંગ ને તો તે પોતાના માનતા જ નથી!

જ્ઞાની જીવ તો ક્રમબદ્ધ પર્યાયના શ્રદ્ધાન સાથે પોતાના આત્મા નો આશ્રય લઈને આવી જીવનની અનેક આકસ્મિક ઘટનાઓ નો જ્ઞાતા-દ્રષ્ટા થઇ ને સામનો કરે છે…

Conclusion by P8

હું નિશંકિત ગુણ આજે તમને બધાને કંઈક કહેવા ચાહું છું…

વાસ્તવ માં જોવા જઈએ તો…ડર તો એને લાગે કે જે એવું માનતો હોય કે મારું કંઈક જતું રહેશે, છીનવાઈ જશે, લૂંટાઈ જશે…

જ્યાં અધૂરાશ જ્યાં હોય, અનિશ્ચિતતા જ્યાં હોય, અપૂર્ણતા જ્યાં હોય -  ત્યાં જ ભય હોય છે…

અજ્ઞાની પોતાના આત્મા ને સ્વીકારતો નથી અને શરીર ને જ સર્વસ્વ માને છે! આ મિથ્યા માન્યતા થી તે આ સંસાર માં તેને 7 ભય નિરંતર રહે જ છે; અને હંમેશા આકુળ-વ્યાકુળ રહે છે…એક સેકન્ડ પણ શાંતિ નથી મળતી!

આ મનુષ્યપણું પામવું મહા-મહા દુર્લભ છે! તેમાંય ઉચ્ચ ગોત્ર, સ્વસ્થ શરીર…અને એમાં પણ ‘હું જ્ઞાયક છું’ આવી વાત સાંભળવા મળવી…સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ, આવું સુંદર જિનાલાય અને સાધર્મી નો સમાગમ થવો… અતિ દુર્લભ; અતિ દુર્લભ! અને એમાં પણ તમે બધા સાચે મહાભાગ્યવાન છીએ કે પૂજ્ય ગુરૂદેવશ્રી કાનજી સ્વામી ની દેશના મળી…કે જેમણે આપણને ભેદજ્ઞાન અને દ્રવ્યદ્રષ્ટિ ની સુંદર કલા બતાઈ દીધી; જાણે સમ્યક્ત્વ નો દ્વાર બતાવી દીધો હોય…

ભવ્ય જીવો…અવસર હવે આવી ચુક્યો છે; દેવ-શાસ્ત્ર-ગુરુ ની આજ્ઞા પ્રમાણે પુરુષાર્થ કરી ભેદજ્ઞાન દ્વારા સમ્યક્ત્વને પ્રાપ્ત કરવાનો…

સમકિત ધારણ કરતા જ હું નિઃશંક ગુણ તમારામાં આપોઆપ જ પ્રગટ થઇ જઈશ અને આ ભયાનક અને દુઃખદાયક સપ્ત ભયો થી હંમેશા માટે મુક્તિ મળી જશે! જો આ દુર્લભ અવસર ચુકી ગયા તો આ સપ્ત ભય તમારા માં હંમેશા ઘર બનાવી દેશે અને ન જાણે કેટલા ભવો સુધી આ જીવ સંસાર માં દુઃખી થતો રખડશે!

નક્કી તો તમારે બધાય જ કરવાનું છે…

અનંત સુખ કે સુખાભાસ,

નિર્ભયતા કે ભયભીતતા,

મોક્ષમાર્ગ કે પછી સંસારમાર્ગ

ઈસ પાર યા ફિર ઉસ પાર…

જય જિનેન્દ્ર