નિમિત્ત ઉપાદાન
'નિશ્ચય-વ્યવહાર', 'ક્રમબદ્ધ પર્યાય' આદિ વિષય ની જેમ 'નિમિત્ત ઉપાદાન' ની સાચી સમજણ ખુબ જ આવશ્યક છે. એના સમ્યગ્જ્ઞાન વિના જિનાગમ માં પ્રતિપાદિત વસ્તુવ્યવસ્થા ને સમજવી સંભવ નથી
-
પદાર્થ ના પરિણમન ને પર્યાય અથવા 'કાર્ય' કહે છે
-
કાર્ય ની ઉત્પાદક સામગ્રી ને 'કારણ' કહે છે
-
આ કારણ ૨ પ્રકાર ના હોય છે - ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ
-
ઉપાદાન કારણ - જે સ્વયં કાર્યરૂપે પરિણમે તે, નિમિત્ત કારણ - જે સ્વયં કાર્યરૂપે ન પરિણમે પણ કાર્ય ની ઉત્પત્તિ માં અનુકૂળ હોવાનો આરોપ એના પાર આવે છે
-
'ઉપાદાન' કારણ થી કાર્ય નિષ્પન્ન થાય તે 'ઉપાદેય' કહેવાય અને 'નિમિત્ત' કારણ થી કાર્ય નિષ્પન્ન થાય તે નૈમેત્તિક કહેવાય છે. આમ એક જ કાર્ય ઉપાદાન અને નિમિત્ત ની અપેક્ષા એ ઉપાદેય અને નૈમેત્તિક બંને હોઈ શકે
-
'ચક્રવર્તી એ ચક્ર ચલાવ્યું' એમાં -
-
ઉપાદાન -> ચક્ર પોતે (તેની ક્રિયાવર્તી શક્તિ આદિ)
-
ઉપાદેય - ચક્ર નું ચાલવું
-
નિમિત્ત - ચક્રવર્તી, હવા, કર્મ આ દિ
-
નૈમેત્તિક - ચક્ર નું ચાલવું
-
હવે પ્રશ્ન ઉભો થયો કે -> કાર્ય નું નિયામક કૌન છે - નિમિત્ત કે ઉપાદાન? એટલે કે કાર્ય કોણ કરાવે છે? શ્રદ્ધા ગુણ હોવા છતાં સમ્યક્ત્વ નું કાર્ય કેમ નથી થતું?
-
આના સમાધાન માટે ઉપાદાન અને નિમિત્ત ના ભેદ-પ્રભેદ બતાવે છે
-
ઉપાદાન કારણ ના ૨ પ્રકાર છે - ૧. ત્રિકાલી ૨. ક્ષણિક
-
નિમિત્ત કારણ ના ૨ પ્રકાર છે - ૧. પ્રેરક ૨. ઉદાસીન
-
ક્ષણિક ઉપાદાન કારણ ૨ પ્રકાર ના હોય છે - ૧. અનંતર પૂર્વક્ષણવર્તી પર્યાય નો વ્યય, ૨. તત્સમય ની યોગ્યતા
-
એટલે કે કાર્ય ની ઉત્પત્તિમાં ક્ષણિક ઉપાદાન -> અનંતર પૂર્વક્ષણવર્તી પર્યાય (એટલે કે પેહલા ની પર્યાય) નો વ્યય થવો અને વર્તમાન પર્યાય ની યોગ્યતા થી હોય છે
કાર્ય નું નિયામક કારણ ક્ષણિક ઉપાદાન છે (એટલે કે પૂર્વ પર્યાય નો વ્યય અને તત સમય ની યોગ્યતા)
- શક્તિ ૨ પ્રકાર ની હોય છે - દ્રવ્ય શક્તિ (નિત્ય) અને પર્યાય શક્તિ (અનિત્ય); બંને નું નામ જ ઉપાદાન છે
- બંને શક્તિ નું મહત્વ છે - દ્રવ્ય શક્તિ એમ બતાવે છે કે આ કાર્ય આ જ દ્રવ્ય માં થશે અને પર્યાય શક્તિ કહે છે કે વિવક્ષિત કાર્ય વિવક્ષિત સમય માં જ થાય છે
- ટૂંક માં આખા કાર્ય ના કારણો ને આ પ્રમાણે કહી શકાય - "સહકારી કારણ સાપેક્ષ વિશિષ્ટપર્યાયશક્તિથી યુક્ત દ્રવ્ય શક્તિ જ કાર્યકારી છે"
- આજ વાત ને પુષ્ટ કરવા તત્વાર્થરાજવાર્તિક અને પ્રમેયકમળમાર્તન્ડ ના પણ ઉલ્લેખ બતાવ્યા છે
- એક સુંદર ઉદાહરણ પણ આવ્યું હતું જે આ પ્રમાણે છે -
- જો બાહ્ય નિમિત્ત અને દ્રવ્ય શક્તિ ને જ કાર્યકારી માની લેવા માં આવે તો પછી ચણા થી પણ ઘઉં ની ઉત્પત્તિ થવા લાગે. કેમ? કારણકે દ્રવ્ય શક્તિ (પુદગલ દ્રવ્ય) અને બાહ્ય નિમિત્ત (પાણી, ખાતર આદિ) મૌજુદ હોવા થી કાર્ય થવું જોઈએ. પણ આવું જોવા માં આવતું નથી; કારણ કે અહીં વિશિષ્ટ પર્યાયશક્તિ એટલે કે યોગ્યતા વિના કઈ રીતે કાર્ય થ ઇ શકે?
- વિશિષ્ટપર્યાયશક્તિ યુક્ત દ્રવ્યશક્તિ અંતરંગ એટલે કે ઉપાદાન કારણ છે.
- જયારે-જયારે વિવક્ષિત કાર્યને યોગ્ય વિશિષ્ટ પર્યાયશક્તિથી યુક્ત દ્રવ્યશક્તિ હોય, ત્યારે-ત્યારે તે કાર્ય ને યોગ્ય અનુકૂળ નિમિત્ત મળે જ છે - એવો નિયમ છે.
- સ્વભાવ નું નિયામક: ત્રિકાલી ઉપાદાન, વિધિ (પુરુષાર્થ પ્રક્રિયા) નું નિયામક: અનંતર પૂર્વક્ષણવર્તી પર્યાય, કાર્ય (કાળ) નું નિયામક: તત સમય ની યોગ્યતા છે
પ્રશ્ન: ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્ય તો ઉદાસીન નિમિત્ત છે, તેથી તે કદાચ કાર્ય ના નિયામક ના પણ હોય, પણ પ્રેરક નિમિત્ત તો હોવા જ જોઈએ!
તર્ક: વિદ્યાર્થી ને અભ્યાસ માં - શિક્ષક (પ્રેરક), પુસ્તક (ઉદાસીન) અને દિપક (ઉદાસીન) ત્રણે નિમિત્ત છે. તો તમે શિક્ષક ને વિદ્યાર્થી ના અભ્યાસ કરાવવા નો કર્તા કેમ નથી કહેતા?
ઉત્તર: શિક્ષક પ્રેરક નિમિત્ત છે, તેની ઉપયોગીતા વધુ છે. એની ક્યાં ના છે? પણ આના થી કાર્યઉત્પત્ તિ માં નિમિત્ત નું કર્તુત્વ સિદ્ધ થતું નથી!
- અહીં ઇષ્ટોપદેશ ગ્રંથ અને તેની ટીકા ના પણ ઉલ્લેખ આપીને આ વાત સ્પષ્ટ કરી છે કે કાર્ય નું સાધકતમ તો તત્સમય ની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાન કારણ જ છે
- જે ઇચ્છાશક્તિ થી યુક્ત હોય (જીવ દ્રવ્ય હોય) કે પછી ક્રિયાવાન (પુદગલ અને જીવ દ્રવ્ય ક્રિયાવાન હોય છે) હોય તે દ્રવ્ય પ્રેરક નિમિત્ત કહેવાય. અને જે ઈચ્છાશક્તિ થી રહિત અને નિષ્ક્રિય હોય તે ઉદાસીન નિમિત્ત કહેવાય.
- અનેક પ્રશ્નો ઉપાડવામાં આવે છે જેમ કે "દેશનાલબ્ધી સમ્યક્ત્વ માં નિમિત્ત છે એની ઉપયોગીતા", "વિદ્યાર્થી માટે શિક્ષક ની ઉપયોગીતા" આદિ, જેના નિરાકરણ માં એમ જ કહેવા માં આવે છે કે - "નિમિત્ત તરીકે સ્વીકાર કરવાની ના નથી, પણ તે કાર્ય નો કર્તા કદી ન હોઈ શકે."
જો આમ ન માનવામાં આવે તો -
- જયારે તીર્થંકર ની દિવ્યધ્વની ખરતી હોય, એ સમય માં તો સાક્ષાત દેશના મળવા ને કારણે તો વધારે જી વ મોક્ષ જવા જોઈએ ને? પણ ૬ મહિના ને ૮ સમય માં ખાલી ૬૦૮ જીવ જ મોક્ષ જાયે છે!
- જો આપણે મહાવીર ભગવાન ની દિવ્યધ્વની થી ગૌતમ ગણધર ને મોક્ષ મળ્યો એમ માણીશું તો પછી આદિનાથ ભગવાન ની દિવ્યધ્વની સાંભળ્યા પછી મારિચી એ કુમાર્ગ ચલાયા તો આપણે આદિનાથ ભગવાન ને કુપંથ ના દોશી કહેવું પડશે; પણ નિમિત્ત થી કાર્ય થતું નથી - યોગ્યતા થી જ થાય છે!
- આવા અનેક ઉદાહરણ પુસ્તક માં અને ચર્ચા માં આવ્યા હતા
- "પરદ્રવ્ય કોઈનું કઈ બગાડતું નથી, પોતાના ભાવ બગડે ત્યારે તે પણ બાહ્યનિમિત્ત છે. પરદ્રવ્ય નો દોષ તે મિથ્યાભાવ છે." - આચાર્યકલ્પ પ. ટોડરમલ જી
- કર્મ અને જીવ ના વચ્ચે નિમિત્ત-નૈમેત્તિક સંબંધ છે, કર્તા-કર્મ સંબંધ માનવો એજ મિથ્યાત્વ છે.
- દ્રવ્ય ના નિશ્ચય ૬ કારક પોતાના માં જ છે, એટલે બાહ્યસામગ્રીની અપેક્ષા રાખીને પરતંત્ર થવું નિરર્થક છે.
- નિમિત્ત ને કર્તા માનવા થી એક દ્રવ્યનો કર્તા બીજાનો માનવાથી દ્રવ્ય ની સ્વતંત્ર સત્તા નો વ્યાઘાત થાય છે
જો આમ ન માનવા માં આવે તો
- સ્વાશ્રિત બંધ-મોક્ષ વ્યવસ્થા, પરમાણુઓ, ધર્માદિ ચાર દ્રવ્યો ની સ્વભાવ પર્યાયો, અભવ્યો અને દુરાનદુર ભવ્યો નું નિરંતર સંસારી રહેવું વગેરે ની પુષ્ટિ નહિ થઇ શકે
- આગળ નિમિત્ત નું વર્ગીકરણ કરીને અંતરંગ (મુખ્ય) અને બહિરંગ (ગૌણ) કહ્યા છે
- બે દ્રવ્યો વચ્ચે નિમિત્ત-નૈમેત્તિક, આધાર-આધેય, વિશેષણ-વિશેષ્ય આદિ જે પણ સંબંધો માનવામાં આવ્યા છે એ બધા અસદભૂત વ્યવહારનય*થી માનવામાં આવ્યા છે - *નિશ્ચય થી તો એક દ્રવ્ય નો બીજા દ્રવ્ય સાથે સંબંધ છેજ નહિ!